ગયું રૉકેટ
ગયું રૉકેટ
બાપુજીએ બાળપણમાં
ચોરસ કાગળને વાળીને
એક રૉકેટ બનાવી
આપેલું !
ને પછી એને આખો દિવસ મેં
ગામમાં ઉડાડ્યા કર્યો હતો
ને
છેક સાંજે એ રોકેટ
એક વૃક્ષની ડાળે અટકી પડ્યું !
એ ઉતર્યું જ નહીં
પછી....
એને પવન દૂર ઉડાડી લઈ ગયો,
કદાચ કોક બોલાવતું હશે.