STORYMIRROR

Vrajlal Sapovadia

Others

4  

Vrajlal Sapovadia

Others

ગૂગલ

ગૂગલ

1 min
420

મળે નહિ ક્યાંય તો ગૂગલમાં શોધવા પધારજો,

બાયંધરી સચ્ચાઈની નથી તમે જાતે સુધારજો,


મહાસાગર માહિતીનો કેટલો વિશાળ ગૂગલમાં,

ભલભલા ફસાયા છે મોતી શોધવાની ચૂંગાલમાં,


બતાવે રસ્તો કાંઈ મંઝિલ તો નથી ગૂગલ પોતે,

ભણેલ સાચી ખોટી કામની નકામી માહિતી ગોતે,


ન કરે નારાયણ પણ ક્ષણ ભર જો થાય ગૂગલ બંધ, 

ગૂગલીયા પંડિતો કેટલા થઇ જાય રાતોરાત અંધ,


ના મળે ક્યાંય તો એને ગૂગલમાં જરૂરથી ખોળજો,

શોધીને સચ્ચાઈ ચકાસવા એક વાર જાતે તોળજો,


જરૂર પડે તો શાંતિથી જરા તમારી બુદ્ધિમાં બોળજો,

ગૂગલમાં ખાતર નાખ્યા પહેલા બરોબરનો ગોળજો,


ના મળે ક્યાંય તો એને ગૂગલમાં જરૂરથી ખોળજો,

ગૂગલને ઘડીભર કોઈ જીવતી ચોપડી જોડે રોળજો.


Rate this content
Log in