Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

ગુલે ગુલઝાર બની ગઈ

ગુલે ગુલઝાર બની ગઈ

1 min
344


આવે છે તું મૌસમનો પહેલો વરસાદ બની,

હરિયાળી કરી દે છે તું મારી હૈયાની નગરી.


ઈચ્છાઓની નવી કૂંપળ ફૂટે આ મનના વૃક્ષ મહી,

જાણે ! મહેકતો બાગ બની જાય છે આ હૈયાની નગરી.


પ્રેમની ઝરમર લાગણી વરસાવીને,

તું ધન્ય કરી દે છે મારી હૈયાની નગરી.


તારો સ્નેહ, લાગણી, પ્રેમ પામીને,

માલામાલ થઈ જાય છે આ હૈયાની નગરી.


ભીની ધરાની સાથે તરબોળ થયું આ તનમન,

મહેકથી તરબતર થઈ ગઈ આ હૈયાની નગરી.


ઠંડકનો અહેસાસ આપ્યો તે આ દિલની ધરાને,

રણ જેવી શુષ્ક હતી આ હૈયાની ધરા,

જાણે ! ગુલે ગુલઝાર બની ગઈ આ હૈયાની નગરી.


Rate this content
Log in