STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ગુજરાત સ્થાપના દિન

ગુજરાત સ્થાપના દિન

1 min
316

આ ગુજરાત આપણું ગુજરાત ને આપણો સ્વર ગુજરાતી,

સાહિત્ય જગતમાં ગુજરાતીનો મોભો આપણો અક્ષર ગુજરાતી,


ભાવનાઓથી ભરેલાં ગુજરાતી, દિલનાં દાતાર ગુજરાતી,

દેશને પરદેશમાં ગુજરાતી દુનિયામાં ચારેકોર ગુજરાતી,


આધુનિક રહેણીકરણી પણ બોલી ગુજરાતી,

ધોતી માથે ટોપી પહેરી દુનિયામાં ઘુમતા ગુજરાતી,


પંજાબી, સાઉથ ઈન્ડિયન, ચાઈનીઝનો ચટાકો કરે,

ખાણીપીણીની મજા માણે પણ અંતે સંતોષ ગુજરાતી થાળીનો,


સરસ્વતીનાં ઉપાસકોમાં સાહિત્યનો કલરવ ગુજરાતી,

વીર, વીરો, સંતો, ભકતોની આ પાવન ભૂમિ ગુજરાતી,


સોમનાથે બેઠા ભોળાનાથ દ્વારિકાનો નાથ ગુજરાતી,

સાબરને બનાસના કાંઠા સાથે નર્મદાનું નીર ગુજરાતી,


મને ગર્વ છે આ જગતમાં હું છું ગુજરાતી,

મારી, તમારી, આપણી આ ગૌરવ ભોમકા ગુજરાતી.


સામગ્રીને રેટ આપો
લોગિન