ગર્જના
ગર્જના
અતિવૃષ્ટિથી ભરેલ,
વીજની ગર્જના,
નથી સાંભળવી મારે.
પરિવારમાં કર્કશ,
વાણીની ગર્જના,
નથી સાંભળવી મારે.
મિલકત માટે લડતા,
ભાઈ ભાઈની ગર્જના,
નથી સાંભળવી મારે.
સમાજમાં ચાલતી,
ગેરરીતિઓથી ભરેલ,
દૂષણોની ગર્જના,
નથી સાંભળવી મારે.
રાજખુરશી માટે દેશમાં,
થતી અશાંતિની ગર્જના,
નથી સાંભળવી મારે.
સરહદો વચ્ચેની લડાઇમાં,
શહીદો થાતા સંગ્રામમાં,
આ યુદ્ધોની ગર્જના,
નથી સાંભળવી મારે.
વૃદ્ધ મા-બાપની,
લાચારીની ગર્જના,
નથી સાંભળવી મારે.
સ્ત્રી હોય કે પુરૂષ,
બંનેની જરૂર સરખી,
પણ દીકરી સાપનો ભારો,
એ ટીકાની ગર્જના,
નથી સાંભળવી મારે.
સ્ત્રી પર થતી,
અત્યાચારોની ગર્જના,
નથી સાંભળવી મારે.
હવે તો ભારે કરી,
આ વાયરસે.....!
પાયમાલ કર્યું છે,
આખા વિશ્વને.....!
આ વાયરસે કરેલ,
મહામારીની ગર્જના,
નથી સાંભળવી મારે.
હે પ્રભુ ! તું કર,
એવી ગર્જના....!
થાય તારી કૃપાદ્રષ્ટિની વર્ષા,
ને ભાગે આ,
વાયરસની વેદના......!
સાંભળવો છે ફરી મારે,
સૂના મંદિરોમાં તારા નામનો શોર
હે પ્રભુ ! કરી દો આ યુગને,
ભક્તિરસમાં તરબોળ,
જ્યાં હોય ફ્ક્ત ને ફ્ક્ત,
તારી પ્રેમભરી ગર્જના.....!
