ગણેશ આરતી
ગણેશ આરતી
1 min
343
દુર્વા અને ફૂલો સજાવી સૌ કરે તુજ આરતી,
બે હાથ ને મસ્તક નમાવી સૌ કરે તુજ આરતી.
ઘીનો કરી દીવો અમે કંકુ અને ચોખા ભરી,
ઢોલક અને વાજા વગાડી સૌ કરે તુજ આરતી.
યજમાન થઈને આવજો બિરાજજો મારાં ઘરે,
બસ લાડવા તુજને ધરાવી સૌ કરે તુજ આરતી.
છે સ્થાપના મુજ ઘરની ભીતર આસ્થા તુજની કરી,
કષ્ટોને ખુદ ના તો ભુલાવી સૌ કરે તુજ આરતી.
દુઃખો હરિ સુખ આપજો એ "મિત્ર"ની છે પ્રાર્થના,
દુઃખને ભૂલી સુખને વધાવી સૌ કરે તુજ આરતી.
