ગિરનાર
ગિરનાર

1 min

11.7K
જીવતા પથ્થર ખડક્યા ગિરનાર ટોચ
ટોચ એટલે તો પૂજાય છે પવિત્ર માની
માની ગોદ મારી સોરઠ ભૂમિ ધરા શ્રેષ્ઠ
શ્રેષ્ઠ જોઈને તો આવ્યા કઈંક મહારથી
મહારથી યોદ્ધા, સંત અને વળી સમ્રાટ
સમ્રાટ અશોક શિલાલેખ અતિક સમૃદ્ધ
સમૃદ્ધ ધરા પોષે ઔષધ ભર્યા મહીં સિંહ
સિંહ ગર્જના સૂણી શાંતિદૂત બહુ સર્જ્યા
સર્જ્યા નરસૈયે કીર્તન કઈં ગૂંજતા કર્યા
કર્યા ઉપરકોટ મંદિર સદાવ્રત દિલાવર
દિલાવર ડુંગરા વન વગડે ગઢ ગિરનાર
ગિરનાર ગજ ઊભો સાક્ષી ભાવે સંત સમો
સમો સદીઓ વહ્યો તોય ભાવ નિરપેક્ષ
નિરપેક્ષ ગાઢ ઝાડી જંગલો સિંહ ગર્જના