Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

ગીત

ગીત

1 min
6.6K


કોઈ હજું પણ બારી પાછળ પરદા માફક રોજ ઝૂલે છે !

પગલાં ઉપર પગલાં માંડી રોજ લથડતું કોણ ખૂલે છે ?

રસ્તો તાકી પગલાં સૂંઘી પગલાની પણ છાપ વીણતું;

દૂર ઊભીને તીવ્ર તરસતું એમ તલસતું કંઠ શોષતું;

એજ બાલ્કની એજ અગાસી રોજ સાંજનાં ચડ-ઊતરતી;

દૃશ્યો નમણાં આંખ વસેલાં રોજ ખોળતી એમ વીરહતી 

રતાંધળી ક્ષણ ગઈ વીતી તો રોજ સાંજનાં શ્વાસ ફૂલે છે !

કોણ હજું પણ બારી પાછળ પરદા માફક રોજ ઝૂલે છે !


Rate this content
Log in