STORYMIRROR

Shaurya Parmar

Others

4  

Shaurya Parmar

Others

ઘણુંબધુ થાય છે

ઘણુંબધુ થાય છે

1 min
234

ઘણુંબધુ થાય છે.

કંઈ થતું નથી અહીં.


શું કંઈ થતું નથી અહીં, 

અહીં ઘણુંબધુ થાય છે.


સવારે ઊગેલ સૂરજ, 

સાંજે આથમી જાય છે, અહીં...


તરુવરેથી ગયેલ પંખીઓ, 

સાંજે પાછા આવી જાય છે, અહીં... 


ભરતીથી આવે પાણી અને, 

ઓટથી ચાલ્યું જાય છે, અહીં...


રાતે ટમટમતા તારાઓ, 

સવારે ક્યાં સંતાય છે ? અહીં...


વસંતમાં ખીલેલા પાન, 

પાનખરે ખરી જાય છે, અહીં ! 


ખળખળ વેહતી નદી, 

સમંદરમાં સમાય જાય છે...અહીં... 


પહાડોમાં પાડી બૂમો, 

ત્યાં પળઘા સંભળાય છે, અહીં...


ક્ષણ ક્ષણને મારે ધક્કો, 

ને આંખો મીંચાય જાય છે, અહીં...


મેં પણ ચીરી છાતી,

ત્યાં મારો રામ દેખાય છે, અહીં...



Rate this content
Log in