STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Others

3  

Ramesh Patel (Aakashdeep)

Others

ગગન શરદનું

ગગન શરદનું

1 min
58

ગગન શરદનું..,,

છંદ–સ્ત્રગ્ધરા

ધીરે ધીરે ઢળે  રે, ગગન શરદનું, સાંજ લાગે  સજીલી

ડોકાયો ચાંદ ગોરો,ધવલ રૂપલ એ ,વ્હાલ ઢોળે ઉરેથી

શ્વેતાંગી પાવની એ, મનહર સરિતા, વૈભવી દર્શની એ

હૈયાં ઝીલે સુધાને, પરિમલ મધુરો, સ્નેહથી ભીંજવે  રે

 

રેલાયે  રેત  પાટે,  ગગન  ઘટ  અમી ,  ચાંદની  રૂપેરી

ઊઠે  જોમે  લહેરો, જલધિ  જલ  રમે, વિંટતી સ્નેહ વેલી

વ્યોમે છાયી મજાની, ઋતુ શરદ ભલી, રાતડી પૂર્ણ રાણી

ઝૂમે  વૃક્ષો  રમંતાં, કુદરત  હરખે,   વાહરે  આ  ઉજાશી

 

શોભે  તૃપ્તિ  ભરીને, શરદ જન ઉરે, અમૃતાની  કટોરી

કાલિન્દી રાસ લીલા, શરદ ઉજવણી, બંસરી કોણ ભૂલે?


સામગ્રીને રેટ આપો
લોગિન