STORYMIRROR

Vrajlal Sapovadia

Children Stories Inspirational

4  

Vrajlal Sapovadia

Children Stories Inspirational

ગામનો ચોરો

ગામનો ચોરો

1 min
23.3K

ગુજરાતને ગામે ગામ સાંસ્કૃતિક ધામ 

ચોરા અર્પણ કર્યા રામજી મંદિર નામ 


ચોરો ગુજરાતમાં પૌરાણિક ટાઉનહોલ 

ચોરે ચૌટે કથા વાર્તા શીખના બે બોલ 


ચબુતરો નથી એક કેવળ ભૌતિક જગા 

પરણ્યા છે ત્યાં કેટલાયના કુંવારા ગગા 


દુકાળે રામધૂન તો પૂજા આરતી રોજ 

ડોસલાંઓને બપોરે ત્યાં ઊંઘની મોજ 


કોઈકના બેસણા તો કોઈક રીસામણા 

વહેંચાતા સુખ દુઃખ ને થતા મનામણાં 


ફેલાતી અફવા ને ચોતરો માહિતી કેન્દ્ર 

નોરતે ગરબા તો ક્યારેક રિઝવતા ઇન્દ્ર 


વાગતી ઝાલર આરતી સંધ્યા પ્રભાતે 

કેટલાય તહેવાર ચય ઉજવે રુડી ભાતે  


ગુજરાતને ગામે ગામ સાંસ્કૃતિક ધામ 

અબાલ વૃદ્ધ સૌ આનંદે ચોરે વગર દામ.


Rate this content
Log in