STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Others

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Others

ગામડું બોલે

ગામડું બોલે

1 min
235

ગામ ગમાણને ગાવડી ભાંભરે

પછીત વાહે ઢાંઢા ભાટકે,


ગોંદરે સાવજ ડણકે

ભાભો માંચો મેલી બાંડિયુ જાટકે,


નિહાડિયા દક્તર ગોખલે ઘાલી હડિયું કાઢે

સીમ શેઢે ગાયું ચારે,


ડેલીએ વાહર જંતર વગાડે

લેવકરા ભેરુ ખાહડા પૂછે,


ઘેર ઘેર બાયું રોંઢો નોતરે

રખડુ છોકરાની વાટ જોવે,


આતો ભર બપોરે મ્હાલે

ગામડું આખો દિ ડોલે.


Rate this content
Log in