ગામડાનો જમાનો આવશે
ગામડાનો જમાનો આવશે
આ પેટ્રોલને ડીઝલનો ભાવ હવે નથી થવાનો ઓછો
દોસ્ત ગામડાનો જમાનો આવશે પાછો,
દોસ્ત હવે સાઈકલ અને બળદગાડું તું શીખી લેજે
તારી કાર, બાઈકને ઘરનાં ખૂણે સાચવીને મૂકી દેજે
મોંઘવારીની આગમાં હોમાઈ ગઈ ગરીબોની લાશો
દોસ્ત ગામડાનો જમાનો આવશે પાછો,
ફેશન, ટેકનોલોજીમાં આપણે ભૂલ્યા સાદુ જીવન
આજે તો રૂપિયાની વાંહે ભટકીએ છીએ રણે રણ
આ પેટ્રોલ અને ડીઝલમાં રહેશો તો તમે શું ખાશો ?
દોસ્ત ગામડાનો જમાનો આવશે પાછો,
બૂલેટ ટ્રેનની જેમ આજે વધી રહી છે આ કિંમતો
આપણે તો મૂકવી પડશે દોસ્ત આ સાધનોની લતો
પેટ્રોલ ડીઝલના ભાવ જાણી અધ્ધર થયા શ્વાસો
દોસ્ત ગામડાનો જમાનો આવશે પાછો.
