ગામ મારું.
ગામ મારું.
1 min
26.9K
ના નકશામાં કદીએ મળે ગામ મારું.
મને સદૈવ એનાથી ભળે ગામ મારું.
શાંત, સંપીલું, સહકારી સૌને સત્કારે,
વડિલો જ્યાં ટોળે વળે ગામ મારું.
મહેમાનો માનવંતા મબલખ મુલાકાતી,
એકમેકની મૂંઝવણ કળે ગામ મારું.
કૃષિકારો પામે પુષ્કળ પ્રસ્વેદ પાડીને ,
જયકિશાન મનોરથ ફળે ગામ મારું.
પામે પ્રત્યેક અન્ન વસતરને આવાસ,
ફરિયાદ મોભી સાંભળે ગામ મારું.
