એવું થોડી ચાલશે !
એવું થોડી ચાલશે !
ઘેરાઈ ઘેરાઈ ને આવો
ને વરસ્યા વગર જતા રહો
તો.... એવું થોડી ચાલશે....!
વાદળો તમે પણ આમ ધરતી સાથે
સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરશો
તો... એવું થોડી ચાલશે....!
વીજના ચમકારા ને પવનના ફૂંફાડા ઈચ્છે આ ધરતી
વરસાદ ને લોકડાઉન કરશો
તો... એવું થોડી... ચાલશે...!
વૃક્ષો ને પશુ પંખી
સાગર ને દરિયો ઈચ્છે નવા નીર
ને વાદળા ને કરફ્યુ લગાવો
તો... એવું થોડી... ચાલશે...!
તને ઝંખીએ ધોધમાર ને
તું વરસાવે ફોરાં જેવા માત્ર છાંટા
તો... એવું... થોડી ચાલશે...!
ચાતક ને મોરલા જુએ તમારી રાહ
અષાઢે ભીંજાવું ધરા ને તરબતર
ને તમે આમ રિસાઓ
તો... એવું થોડી ચાલશે !
