એકલીન થવું પડે
એકલીન થવું પડે
1 min
762
ચેહરનું રટણ કરવુંં સહેલું છે,
પણ, એને હૃદયમાં પધરાવવા તો,
રૂપાબા થવુંં પડે,
ચેહરને ભજવી સહેલી છે,પણ
પડદે વાતો કરવા માટે તો
નાયણ નાગર થવુંં પડે,
ચેહરની ભક્તિ તો સહેલી છે,
પણ નિરંતર રટણ કરવા માટે તો
માઈ ભક્ત રમેશભાઈ થવુંં પડે,
ચેહર પર લખવુંં સહેલું છે, પણ
પણ એની કૃપા પ્રાપ્ત કરવા માટે તો
ભાવના ભટ્ટ થવુંં પડે,
ચેહર મા ને મા બનાવવી સહેલી છે,
પણ, એના સંતાન બનવા માટે તો
લાસુ દીકરી બનવું પડે
ચેહર ને પૂજવી સહેલી છે,
પણ, એની લાજ માટે, તો,
મહાદેવ ભૂવા બનવું પડે.
