એક વ્યથા
એક વ્યથા
1 min
219
સમાજે કલંકો મૂક્યાં છે માથે,
દેહ મેલ્યાં અમે સફાઈ માટે,
અમે બારસાખે સજાવ્યા પડદા,
રઝળતી લાગણીને વફા માટે,
અમે શોભા છીએ રાત્રીની,
કહો સમાજને ન્યાય માટે,
મહેફિલમાં કેવળ માણો છો અમને,
ઝંખીએ છીએ લાગણીનાં સ્થાન માટે,
સમાજે વાસના માટે શું મહેલ સજાવ્યો !
નામે નગરવધૂ બનાવી ભવ બગાડ્યો.
