STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Others

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Others

એક અમે પ્રેમના દેવ પિછાનિયે રે

એક અમે પ્રેમના દેવ પિછાનિયે રે

1 min
505


એક અમે પ્રેમના દેવ પિછાનિયે રે.

બીજા દેવની કરીએ ક્યાં વાત,

એક અમે પ્રેમના દેવ પિછાનિયે રે.

એક અમે પ્રેમનો પંથ પિછાનિયે રે.

બીજા પંથની કરીએ ક્યાં વાત;

એક અમે પ્રેમના દેવ પિછાનિયે રે.

દેહ ને દુનિયાનું આ મંદિરિયું રે.

પ્રેમનો તેમાં વિરાજે દેવ,

એક અમે પ્રેમના દેવ પિછાનિયે રે.

યોગ ને ધ્યાન તો પ્રેમની છે પ્રજા રે.

સિદ્ધિ પ્રેમની કરે છે સેવ

એક અમે પ્રેમનો પંથ પિછાનિયે રે.

જ્ઞાનની ડાળીએ પ્રેમનું ફૂલ છે રે.

જ્ઞાનની પ્રેમને ન હોયે વિસાત,

એક અમે પ્રેમનો પંથ પિછાનિયે રે.

તીરથ સર્વે પ્રેમીના પાયમાં રે.

તેમાં ન્હાવાની છે અમારી ટેવ,

એક અમે પ્રેમના દેવ પિછાનિયે રે.

‘પાગલ’ પ્રેમના દેવને સેવતાં રે.

સાચે સાર્થક થઇ જાયે જાત, 

એક અમે પ્રેમના દેવ પિછાનિયે રે.


Rate this content
Log in