એ.... કાપ્યો.
એ.... કાપ્યો.
1 min
437
કદીક ઊંચે, કદીક નીચે,
ઉડુ હું ગગન માંહી,
પાંખો વિનાનું પંખી હું,
ઊડવાનો આનંદ ઉરમાંહી,
કદીક ઉલાંટ, કદીક ગુલાંટ,
સ્થિર થઈ મલકાઉં છું,
કદીક ઢીલ, કદીક ખેંચ,
હસી હસી હું હરખાઉં છું,
જીવન મારુ રહે મલકતું,
પવનની લહેરખી માંહી,
અફસોસ નથી કરતો કપાયાનો,
આનંદ છે, અંતરમાંહી,
ચિંતા છે મુજ તણી શિર પર જેને,
'મિલન 'દોર છે હાથમાં તેને.