એ હાથોનો સ્વાદ
એ હાથોનો સ્વાદ

1 min

327
મા...યાદ બહુ આવે છે મને,
તારા મીઠડા હાથોનો કોળિયો.
સ્વાદની તો વાત જ ન થાય,
પ્રેમ અતિશય એમાં તેં ઘોળિયો.
અળદની દાળ ને વળી ઓળો,
ચોખાનો રોટલો સાથે ચોળીયો.
ભાઈ-બહેન બંને ખેંચતા થાળી,
જોતાં કોના માટે મોટો ટૂકડો તોડીયો?
પાપડ-અથાણું ના ખૂટતું ભાણામાં,
દૂધના વાટકામાં માવડી પ્રેમ ઘણો બોળીયો.