એ આંગણું યાદ આવે છે
એ આંગણું યાદ આવે છે
યાદ આવે છે મારા ઘરનું આંગણું,
જ્યાં મા ની સ્વર્ગ જેવી ગોદમાં
હતાશા પણ લાખો ગાઉ દૂર રહેતી,
યાદ આવે છે આ ઘર નું આંગણું,
જ્યાં સવાર પંખીઓનાં કલરવથી પડતી,
જ્યાં દાદા દાદીની વાર્તા અને પપ્પાનાં ઉખાણાંઓ હતાં,
જ્યાં મા ની હેતની હેલી વરસતી,
જ્યાં બહેનની મીઠી ટીખળ હતી,
જ્યાં ભાઈ સાથે મીઠો ઝગડો હતો,
જ્યાં તહેવારોની મજા હતી,
જ્યાં સખી સહેલીઓનું ટોળું હતું,
જ્યાં મસ્તીનું આનંદનું ધામ હતું,
એ આંગણું યાદ આવે છે,
જ્યાં રાતે ખુલ્લું આકાશ હતું,
ઝિલમિલ કરતા સિતારાઓ હતા,
વાદળ સાથે સંતાકૂકડી રમતો ચાંદ હતો,
જ્યાં સૌનું સહિયારું સુખ દુઃખ હતું,
એ આંગણું યાદ આવે છે,
જ્યાં રોજ સુખોનો મેળો હતો,
વાર્તાનો ફુવારો હતો,
હૈયે હરખની હેલી હતી,
પૂરો દિવસ મહેમાનોને આવકાર માટે ખુલી ડેલી હતી,
ત્યાં ક્યારેય કોઈની મનની મુરાદ મેલી નહોતી,
ત્યાં મહેમાનોના આવકાર માટે ઘરની નારી સદા ઘેલી હતી,
ત્યાં સદા સુખોની રેલી હતી,
જ્યાં રંગોથી હોળી ખેલી હતી,
એ આંગણું યાદ આવે છે.
