દવાખાનું
દવાખાનું

1 min

24
દુઃખી ચહેરાં
ઠેર ઠેર ખાટલાં
પાટા ને પિંડી
બેઠાં રાહમાં
ક્યાંક ચડે બાટલા
કોઈક રોતાં
જમની રાહ
ક્યાંક વળી આશમાં
સાજા થવાની
દવાની વાસ
દુવાની છે સુવાસ
ઉંઘનો ત્રાસ
ધોળો ડગલો
દાક્તર ને વૈદ
ધોળું મકાન
આડા અવળાં
ઉલટી ને સુલટી
ઊબકાં ખાતાં
ગોળી ઘોળીને
જીવવાનું પ્રેમથી
સોય દેખીને
આવું તે હોય ?
દવાખાનું ગામનું
મંદિર જેવું