દુરસ્તી
દુરસ્તી
1 min
11.9K
તન દુરસ્ત તો મન દુરસ્ત,
શરીર અને આત્મા મસ્ત.
ખાધું પીધું ખંભે આવે,
ખાવું પીવું સૌને ભાવે.
પણ ખાલી ખાતા ને પીતા,
શરીર હદથી બહાર આવે.
કાળજી લેવી શરીરની,
તો મન મક્કમ કરવું પડે.
અને સ્વસ્થતા જાળવવા,
શરીરને પણ કસવું પડે.
કસવા માટે શરીરને,
હાથપગને કામે લગાડો,
કરો શરીરને-મનને સ્વસ્થ,
અણગમતા રોગો ભગાડો.
