દર્દનેફાવી ગયું
દર્દનેફાવી ગયું

1 min

366
દર્દને પણ દિલમાં ફાવી ગયું હવે,
નથી સાંભળતો ઈશ્વર પણ ફરિયાદું હવે,
કરું સ્વાગત આથમતાં સૂર્ય કિરણોનો,
લાલિમા એની આવીને મુજમાં ભળે હવે,
આગમન છે એનું ગમન નિશ્ચિત પણે,
સંસાર મધ્યે મચાવવો શોર શીદને હવે,
અજાણી આ મહેફિલમાંય ઓળખે સૌ તને,
તો મૃત્યુ બાદ પ્રશંસાની આશ શીદને હવે,
ક્યાં સુધી ઈંતજાર અશ્રુઓ લૂછનારનો,
મોત બસ આવીને મુજને ગળે લગાવ હવે.