દર્દ બેહિસાબ આપે છે
દર્દ બેહિસાબ આપે છે
1 min
143
આ જિંદગી લાખો દર્દ આપે છે
હૈયે અપાર ઝખ્મ આપે છે
જ્યાં ભરોસાની અપેક્ષા હોય
ત્યાં ધોખો મળે છે
અહી દરેક માનવ ધાર્યા કરતા
સાવ નોખો મળે છે
ફૂલ ધરીને આખો બાગ માગે છે
દર્દ આપીને આમ ખુશીઓમાં
ભાગ માગે છે
કિનારાનું આશ્વાસન આપી
આમ મધ દરિયે ડૂબાડવાનો
લાગ શોધે છે
હૈયે ભયાનકઆગ ચાંપી
શીતળ લેપ બનવાનો,
ફોકટનો ડોળ કરે છે
આ જિંદગી ડગલે ને પગલે, દર્દ આપે છે
હૈયે ઝખ્મ બેહિસાબ આપે,છે
આ જિંદગી લાખો દર્દ આપે છે
