STORYMIRROR

Mahika Patel

Others

4  

Mahika Patel

Others

દોસ્તીની યાદોની પટારી

દોસ્તીની યાદોની પટારી

1 min
429

રમત-ગમતની દુનિયાની કેટલીય સ્મૃતિઓ તાજી કરીએ,

તો કિતાબોની પટારીમાં કેટલાય અનમોલ રત્નો મળ્યાં.


યાદોની વરસાદ વરસી, લીલુંછમ રૂપાળું બાગ ખીલેલું મળ્યું,

અનજાનથી જીગરજાન ટૂકડા સુધીનો રસ્તો ચીતરેલો દેખાયો.


બંદગી સમયે લંબાયેલા હાથને પકડનાર ખુદા મળ્યો,

ઝઘડા અને નારાજગીમાં ના ડગમગે એવો સબંધ મળ્યો.


આમ તો કિસ્મતવાળા હોય છે જેમને દોસ્ત મળે છે પરંતુ,

વધારે ભાગ્યશાળી છું, જેમને દોસ્તીના રૂપે ફરિશ્તા મળ્યા છે.


હાથમાં હાથ પરોવેલા કાંડામાં, વિશ્વાસની ગાંઠ બાંધેલી જોઈ,

આંખોમાં જોવાયેલા સપનાં સાકાર કરવાનો હળવો મૂડ બંધાયો.


આજે જીવેલી પળોની ફાઈલ તસવીરના સ્વરૂપે રજૂ થઈને,

આ બહાને થોડી મિત્રતાની યાદો તાજી થઇ, આંખ ગમગીન થઈ.



Rate this content
Log in