STORYMIRROR

Pooja Kalsariya

Others

2  

Pooja Kalsariya

Others

દોસ્ત તું કયાં જાય છે

દોસ્ત તું કયાં જાય છે

1 min
157

ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે.

દિવાળી હોય કે હોળી બધુ ઓફસિમાં જ ઉજવાય છે.


આ બધું તો ઠીક હતું. પણ હદ તો ત્યાં થાય છે. 

લગ્નની મળે કંકોતરી. ત્યાં સીમંતમાં માંડ જવાય છે. દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે..


પાંચ આંકડાના પગાર છે પણ પોતાના 

માટે પાંચ મિનીટ પણ ક્યાં વપરાય છે. 

પત્નીનો ફોન બે મિનીટમાં કાપીએ છે. 

પણ ક્લાયન્ટનો કોલ ક્યા કપાય છે.


ફોનબુક ભરી છે દોસ્તોથી. 

પણ કોઈનાયે ઘરે ક્યાં જવાય છે.

હવે તો ઘરનાં પ્રસંગો પણ હાફ ડે માં ઉજવાય છે,

દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે...


કોઇને ખબર નથી, આ રસ્તો ક્યાં જાય છે. 

થાકેલાં છે બધા છતાં. લોકો ચાલતાં જ જાય છે. 


કોઇકને સામે રૂપીયા. તો કોઇકને ડોલર દેખાય છે. તમેજ કહો દોસ્તો.

શું આને જ જિંદગી કહેવાય છે ?દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે...


બદલતા આ પ્રવાહમાં, આપણા સંસ્કાર ધોવાય છે. આવનારી પેઢી પૂછશે. સંસ્કૃતિ કોને કહેવાય છે.


એકવાર તો દિલ ને સાંભળો.

બાકી મનતો કાયમ મુંઝાય છે.

ચાલો જલદી નિર્ણય લઇએ. 

મને હજુય સમય બાકી દેખાય છે.

દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે.....


Rate this content
Log in