STORYMIRROR

Rutambhara Thakar

Others

4  

Rutambhara Thakar

Others

દિપાવલી

દિપાવલી

1 min
238

અંધારા ઉલેચી નવાં અજવાળાં વરસાવો, આંગણે આવી છે દિવાળી...! 

ઘરનાં કચરાંને કઢાવી આંગણિયે તોરણો બંધાવો, આંગણે આવી છે દિવાળી...! 


સાફસૂફીની મનનાં માહ્યલાં ઉજાળો, આંગણે આવી છે દિવાળી...! 

દિલમાં પ્રેમનાં દીવડાં પ્રગટાવો, આંગણે આવી છે દિવાળી...! 


ચોકમાં રંગીલી રંગોલી સજાવો, આંગણે આવી છે દિવાળી...!

 મનગમતાં પકવાનો પીરસાવો, આંગણે આવી છે દિવાળી...! 


ફટાકડાનાં ધૂમધડાકે એને રે વધાવો, આંગણે આવી છે દિવાળી...! 

મંદિરિયે નવી ઝાલરો વગડાવો, આંગણે આવી છે દિવાળી...! 


મોંઘેરા મહેમાનોને હસીને આવકારો, આંગણે આવી છે દિવાળી...! 

દિલ કોણે દુભાવ્યું, કેમ દુભાવ્યું, એ સઘળું ભૂલી જાજો, આંગણે આવી છે દિવાળી...! 


ફરી આવી તક વારંવાર ના આવે, દિલથી માફ કરી દેજો, આંગણે આવી છે દિવાળી...! 

અંતરનો અમીરસ છલકાવો, આંગણે આવી છે દિવાળી...! 


શુભ દિપાવલીના સંદેશા વહેવડાવો, આંગણે આવી છે દિવાળી...! 

નવવર્ષના મંગળ વધામણાં ગવડાવો, આંગણે આવી છે દિવાળી...!


સામગ્રીને રેટ આપો
લોગિન