દિલ દઈ બેઠાં
દિલ દઈ બેઠાં
1 min
6.8K
વાતવાતમાં તમને દિલ દઈ બેઠા
મીઠા વહાલને અમે પ્રેમ સમજી બેઠા
પડે છે ખબર બધી અમે ભોળાં નથી
આ તો રમત રમતમાં હૈયું હારી બેઠા
વાત ખાલી મળવા, ન મળવાની નથી
આ તો વાયદો કરીને તમે ફરી બેઠા
હશો નિષ્ઠુર તમે આટલા ખબર ન હતી
આતો ન કરવાની ભૂલ અમે કરી બેઠા
હવે કરીએ પણ શું બીજું 'જશ' અમે
હતું જે પાસ, સઘળું તમને ધરી બેઠા