ધૂમકેતુ
ધૂમકેતુ


ધૂમકેતુ છું ના હું અંહીનો ના ત્યાંનો,
રોજ રખડતો હું ના જાણું હું ક્યાંનો,
નથી ગ્રહ કે નથી ઉપગ્રહ હું કોઈનો,
પત્તો નથી મારુ નામ પાડનાર ફોઈનો,
ન હું ચમકતો તારો કે નથી મારે કોઈ,
રાજી થતા પ્રભાતિયે મને ઉગતો જોઈ,
ઘુમતો રહુ સૂર્યમાળાની ઘટમાળમાં,
પડ્યો રહુ વરસો સુધી કાટમાળમાં,
લોક કહે લાડથી હું પુછડીયો તારો,
નથી વળી કોઈ ઉપગ્રહ છે મારો,
ના બ્રહ્માંડમાં હું એકલો ફરતો રહુ,
છીએ કેટલાય પણ કોઈને નથી વહુ,
સૌ શોભતા અમ જેમ રૂ ના દડા,
જાણે કર પહેરતા ચાંદીના કડા,
ભાસતા ચમકે તારે લટકતી પૂંછ,
ધૂમકેતુ છું ન સમજતા મને તુચ્છ,
હેલી તણા દર્શન થતા છોંતેર વરસે,
હેલબોપના દર્શન સદીઓ તરસે.