ધરતી
ધરતી


પંચતત્ત્વનું સત્વ સમાયું ધરતી,
જળ વાયુ અને અગ્નિને સંઘરતી,
પારાવાર ઊંચા પહાડ અંગે ધરતી,
નદી તળાવ સરોવર મોતી ઝરતી,
બાગ બગીચે ફળ ફૂલથી નીખરતી,
દરિયા આખા ખારા જળથી ભરતી,
જમીન સારી લાવારસ પર તરતી,
ગરમી ઠંડી વર્ષા ઝાકળ વટે ચરતી,
ભૂમિ ભડવીર કોઈથી નથી ડરતી,
ધરતી જીવતી માણસ માટે મરતી,
ચુંબક જોરે સૌને તેડી તેડી ફરતી,
ભોંય પર ઉલ્કા રોજ હજારો ખરતી,
ધરા ખેડી ખેતર વાડી જોડે વરતી,
ભૂમિ આટલી ઉંમરે હરતી ફરતી,
ધરતી રંગ રસાયણથી બહુ ડરતી,
વર્ષા ટાણે પ્રસ્વેદે નીર નીતરતી,
ચોમાસે તું
લીલા ઘાસે નીખરતી,
અષાઢ માસે બાદલને નોતરતી,
વીજ ઝબકે તો આકાશ ચીતરતી,
ધરતીકંપના ધક્કે ધરા વિખરતી,
જર જમીન ને જોરૂથી ઉભરતી,
મોટા મોટા મહેલ સંગ ઉછરતી,
કેડી રસ્તા કેડે લઈને વિચરતી,
ધરતી કેવી માણસ માટે મરતી,
પંચ તત્ત્વનું સત્વ સમાયું ધરતી,
લોભી માણસ ધરતીને ના વરતી,
પાણી તેલ સીંચીને કરી વકરતી,
ધરતી હવે માણસથી બહુ ડરતી,
પંચ તત્ત્વનું સત્વ સમાયું ધરતી,
ધરતી કેવી માણસ માટે મરતી,
પંચતત્ત્વનું સત્વ સમાયું ધરતી,
જળ વાયુ અને અગ્નિને સંઘરતી.