ધરતી
ધરતી
1 min
19
વિશાળે વિસ્તારે, અચરજ ભરી. ધન્ય ધરતી,
પહાડો ઉંચેરા, મબલક ભર્યા, વન્ય વગડે.
ઉંચા આભે તારા, અગણિત ગણા, તેજ ધરતા,
ઉંડા ખારા પાણી, અમરત સમા, નીર દરિયે.
વને ફૂલો ખીલ્યા, કમલ નયને, કામણ કિધા,
મને વિચારોની, અલક મલકે, ખેપ કરતા.
અમારી ભુખોની, જઠર અગની, શાંત કરવા,
ભર્યા આખે આખા, જણસ ઝરતા, ખેત વરવા.
નદી નાળા કુવા, જલ કમલથી, ઠામ ભરવા,
વળી બાહુઓની, અમ હૃદયમાં, હામ પિરસી.
પિતા આપીને તેં, સમસ્ત જગતે, સ્વર્ગ જનની,
નિરાળા શિશુને, હરખ હસતા, ખીલખિલતાં.
વિશાળે વિસ્તારે, અચરજ ભરી. ધન્ય ધરતી,
પ્રભાતે ઉઠીને, શબનમ વળી, ભેટ ધરતાં.