STORYMIRROR

Mahebub Sonaliya

Others

4  

Mahebub Sonaliya

Others

ધરે છે કૈંક એવા ઘાવ દુનિયા.

ધરે છે કૈંક એવા ઘાવ દુનિયા.

1 min
26.9K


ધરે છે કૈંક એવા ઘાવ દુનિયા,

કરું વિશ્વાસ તો પછતાવ દુનિયા.


તને પામું તો પામી જાઉં સઘળું,

પછી નાનકડી લાગે સાવ દુનિયા.


નથી ગમતો સદા આરામ કરવો,

મુસીબત આજ થોડી લાવ દુનિયા.


કરે છે એવા શું તોફાન માણસ,

કે આવે રોજ લઈને રાવ દુનિયા


કદી કોઈની વાતે તું બંધાઈ ?

કે તારી વાતે હું બંધાવ દુનિયા.


હંમેશા થાય છે એવું મને કે,

હું તારું નામ લઈ ને ના'વ દુનિયા.


ધરો જો પીઠ તો પીછો કરે છે,

ને ભાગે છે જો સામા જાવ દુનિયા.


કદાચિત હું તને સમજી શકું છું,

મને ક્યારેક તો સમજાવ દુનિયા.


હવે માથા ફરેલો થઇ ગયો છું,

ગમે તે રૂપ લઈને આવ દુનિયા।


Rate this content
Log in