ધન્ય નારી
ધન્ય નારી
1 min
453
પોતાનાં સ્વપ્નને ન્યોછાવર કરતી,
સવારથી સાંજ સુધી ઘરકામ કરતી,
બધા ને જમાડી પછી પોતે જમતી,
હસાવી બધા ને, ખુદ ચૂપચાપ રડતી,
પોતાની જિંદગી ન્યોછાવર કરતી,
સવાર પડે સૌથી પહેેલા ઊઠતી,
ચાર દીવાલમાં વગર વેતને કામ કરતી,
તોય ભોળો પુરુષ સમાજ કહે, :-
"સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ,"
હાય રે,,!! પુરુષ સમાજ,
તને તો નિંદા ને વખાણનાં તફાવતની,
સમજ ના પડી,
એ મહાન નારી કરી તને માફ,
તારી સેવામાં લાગી પડી,
ધન્ય, ધન્ય નારી તને.
