દેવું ભરવું પડે
દેવું ભરવું પડે
1 min
25.3K
હોય દોસ્તો તો બધું કરવું પડે,
એમનું દેવું બધું ભરવું પડે.
એ ગયા પાછા કદી ના આવતા,
આપણે પાછા પછી ફરવું પડે.
હોય હસતાં રોજ સૌ ભેગા મળી,
એમના માટે પછી રડવું પડે.
યાદ આવે એમની ત્યારે પછી,
યાદ કરતાં એમને લડવું પડે.
એ નથી મળતાં ફરી યાદો કદી,
વાતમાં ને વાતમાં હસવું પડે.
