STORYMIRROR

Margi Patel

Others

3  

Margi Patel

Others

દેવોના દેવ મહાદેવ

દેવોના દેવ મહાદેવ

1 min
922



મન મંદિરમાં વસતા સદા એ છે મહાદેવ,

છે દેવોના દેવ મહાદેવ.


કરે દરેકનું કલ્યાણ ને સહાય એવા છે ભોળાનાથ એ,

કહેવાય છે જગના દેવાધિદેવ મહાદેવ.


છે અલગ અલગ સ્થાન ને અલગ અલગ નામ,

થાય હૈયાનો ભાર હળવો સામે હોય દેવોના દેવ મહાદેવ.


ગળામાં છે બિરાજમાન નાગોના દેવતા તક્ષક,

કર્યું મસ્તકની જટામાં ધારણ ગંગા ને.


મનોકામના પુરી કરવા તપ, જપ ને ધ્યાહન કરે ભોળાનાથનું,

કરે સજ્જનનું રક્ષણ ને દુર્જનનો સંહાર છે એ દેવાધિદેવ મહાદેવ.


બિરાજમાન છે ઉચ્ચ શિખર કૈલાશ પર,

કર્યું ત્રીજું નેત્ર ખોલીને કામને ભિષ્મ.


પીધું છે હળાહળ વિષ ને કહેવાય નીલકંઠ,

અમૃત પીએ તે દેવ ને ઝેર પીએ તે દેવોના દેવ મહાદેવ.


ઇન્દ્રિયનું પ્રતીક છે કાચબો ને છે પાછળ નંદી,

પ્રવેશતા જ કારો નમન પહેલા નંદી ને કાચબાને.


આધિ, વ્યાધિ ને ઉપાધિથી બચાવા આપ્યો મંત્ર 'ૐ નમઃ શિવાય',

છે શિવજી સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર ને સંહારનાર દેવ.

છે અનમોલ માયા આ દેવોના દેવ મહાદેવ.


Rate this content
Log in