દેશ મારો
દેશ મારો
1 min
394
ભારત દેશની આજ ફેલાય છે શાન,
અનોખો ભારત અમારો એનું માન.
લડે છે ખરા સપૂતો બચાવવા દેશ,
ભારતીયો કાજે આપે પણ છે જાન.
રંગીન નજારો પણ દેખાય નકશામાં,
કરે છે નવા પ્રયાસો બચાવવા આન.
ઉત્તર દક્ષિણ પૂર્વ ને પશ્ચિમ દિશાને,
આવરે આખા ભારતનું રાષ્ટ્રીય ગાન.
કહે બધા ગૌરવથી છીએ ભારતીયો,
જન્મ ભારત ભૂમિ પર એ મહા દાન.