STORYMIRROR

Gunvant Upadhyay

Others

4  

Gunvant Upadhyay

Others

ઢળી ગઈ

ઢળી ગઈ

1 min
26.7K


સપનાં સેવી જામ ભર્યો ત્યાં રાત ઢળી ગઈ;
રેશમ દોરો સ્હેજ સર્યો ત્યાં રાત ઢળી ગઈ !

લાલ ચટક આંખોને જોઈ સરક્યાં પાસે;
કાચ આંખનો સાફ કર્યો ત્યાં રાત ઢળી ગઈ !

રાત હતી અંધારી ચાંદો ગૂમ થયો તો-
તારો એક જ એય ખર્યો ત્યાં રાત ઢળી ગઈ !

હાથ બનાવી હોડી તરવાં કોશિશ કરતાં;
થોડું અમથો દૂર તર્યો ત્યાં રાત ઢળી ગઈ !

એણે આવી પૂછ્યાં ખબર- અંતર મનનાં-
ને ઉપરથી જામ ધર્યો ત્યાં રાત ઢળી ગઈ !


Rate this content
Log in