STORYMIRROR

Vrajlal Sapovadia

Others

4  

Vrajlal Sapovadia

Others

દાંત

દાંત

1 min
23.5K

કોમળ જીભ વચ્ચે અમે બત્રીસેય ભાઈ કેવા કડક, 

દાંત ખાટા કરી નાખીએ ફૂટતા સમયે એવા ખડક. 


દાંત આપ્યા છે તો ઉપરવાળો ચાવવાનું આપશે, 

એવા વહેમમાં રહેશો તો નીચેવાળો તમને કાપશે. 


ગરીબને નસીબે કાયમ હોય અન્ન અને દાંતને વેર, 

પેઢા જોડે દોસ્તી અમારી એટલે તો અંગ કરે લહેર.


હસી મઝાક કરી દાંત કાઢવા આપ્યા છે કે ચાવવા, 

ડહાપણ દાઢ પાકટ ઉંમરે કદાચ ડહાપણ લાવવા. 


દાંતે તરણું પકડવું પડે જયારે મુકાય નેવે આબરૂ, 

ધરમની ગાયના દાંત ન જોવાય દાન હોય રૂબરૂ. 


હાથીના દાંત દેખાડવાના જુદા ને ચાવવાના જુદા,

શિશુના દુધિયા વૃદ્ધત્વ આવ્યે દાંત થઇ જાય બેહૂદા. 


કોમળ જીભ વચ્ચે અમે બત્રીસેય ભાઈ કેવા કડક, 

હસવું ચાવવું બોલવું મુસાફરી અમારી લાંબી સડક.


Rate this content
Log in