STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Others

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Others

ચરણોમાં સુખ છે

ચરણોમાં સુખ છે

1 min
713


ચરણોમાં સુખ છે, તમારા ચરણોમાં સુખ છે,

સ્મરણ તમારું કેવલ સુખકર, વિસ્મરણે દુઃખ છે ... ચરણોમાં.

ભજે ભાવથી, રટે રાગથી, રોજ તમોને જે,

પરમ રાજ્યને પામી લે છે તમે શાંતિને તે ... ચરણોમાં.

પરમાનંદે મગન બનીને ધન્ય થાય છે તે,

ચારુ ચરણમાં ચિત્ત લગાડી કરે ચાહના જે ... ચરણોમાં.

આ જગમાં જે સુખ દેખાયે છાયા રૂપ જ તે,

મૂળ તમે માધુર્ય રસ તણાં, પરમ સત્ય છે એ ... ચરણોમાં.

તજે તમારાં ચરણ જીવ તો શાંતી ન પામે તે,

શ્રેય થાય ના, બંધન તૂટે, આનંદ મળે શે ? ... ચરણોમાં.

દર્શન દિવ્ય તમારું પામે, યોગ કરી જે લે,

દળદર દર્દ મટે છે તેનું, જ્ઞાની એવું કે ... ચરણોમાં.

કોટિ ઉપાયે, કોઇ કાળે, બીજે સુખ ન મળે,

અમાસનો આશ્રય લેવાથી પૂનમ પ્રકટે શેં ? ... ચરણોમાં.

શરણ ચરણનું તેથી લીધું ‘પાગલ’ પ્રેમીએ;

તરી જાય સંતાપ સકળ જે શરણ લઇ લે તે ... ચરણોમાં.


Rate this content
Log in