STORYMIRROR

Vrajlal Sapovadia

Others

4  

Vrajlal Sapovadia

Others

ચોરણી

ચોરણી

1 min
115

શ્યામ રંગ ભાભલો દીસે ધોળો ધોળો, 

વીંટાયો ધડ હેઠે શ્વેત વસ્ત્રે મોટો જોળો, 


પહેરી ચોરણી બે પિંડી સુધી ચપોચપ, 

પાયજામો ઉપર ઢીલો શેનો એવો ખપ, 


વળિયાંવાળા પાયછા ગોઠણથી નીચે, 

સુરવાલ ચોયણી ગોઠવી ગરવી ગીચે, 


ઘેરદાર જોરાવાળી ચોરણી કેડે બાંધી, 

લટકે લાંબુ નાડું ફુમતાવાળું છે કાંધી, 


રમતાં રાસ લઇ હાથમાં દાંડિયા લાંબા, 

ગાડે બેસી હાંકે હળ ને વાવતાં આંબા, 


માથે ધોળી પાઘ ને ખંભે નાખ્યો ખેસ, 

શોભતો સુંદર કાઠિયાવાડી કાનુડે વેશ, 


શ્યામ રંગ ભાભલો દીસે ધોળો ધોળો,

ચોરણે મોળી સાંકડી ને જોરો પહોળો, 


વીંટાયો ધડ હેઠે શ્વેત વસ્ત્રે મોટો જોળો, 

બેઠે દરિયા જેવડો ચોરણે મોટો ખોળો. 


Rate this content
Log in