ચંદ્રગ્રહણ
ચંદ્રગ્રહણ

1 min

456
ખીલેલો જોઈ પૂર્ણ કળાએ સોમને વળી દિન એક,
ઈર્ષાથી દાઝતી ધરતીએ ચાંદને દંડવા લીધી ટેક,
વેત જોઈ એક પુનમે પૃથ્વી ઘૂમી ઊભી રહી આડી,
બે હાથ પ્રસારી રોક્યા સૂર્ય કિરણને ચંદ્રપથ ફાડી,
થયું અંધારું ઘનઘોર ઘડી ભર એ પુનમની રાતે,
જોઈ અલૌકિક ઘટના ચડ્યા લોક કરવા ચંદ્રગ્રહણની વાતે,
ઢાંકતી ધરા જો પૂર્ણ ચંદ્રને પુનમે થતું ગ્રહણ ખગ્રાસ,
ને રહેમ રાખી ચાંદ પર જવા દે થોડો પ્રકાશ તો ખંડગ્રાસ.