STORYMIRROR

Kalpesh Vyas

Children Stories

4  

Kalpesh Vyas

Children Stories

ચકલી રહેતી હતી

ચકલી રહેતી હતી

1 min
196

એક સમય એવો હતો જ્યારે,

ચકલી શહેરમાં રહેતી હતી, 

રહેતી હતી, રહેતી હતી,

ચકલી શહેરમાં રહેતી હતી,


ચણ ચણવા, પાણી પીવા,

ટોળામાં એ ઊતરતી હતી,

ઊતરતી હતી, ઊતરતી હતી,

ટોળામાં એ ઊતરતી હતી,


ચિ ચિ ચિ અવાજ કરીને,

સવારે સૌને જગાડતી હતી,

જગાડતી હતી, જગાડતી હતી,

રોજ સવારે જગાડતી હતી,


ક્યારેક ક્યારેક ચિચિયારી કરીને,

એકબીજા સાથે ઝઘડતી હતી,

ઝઘડતી હતી, ઝઘડતી હતી,

એકબીજા સાથે ઝઘડતી હતી,


હવે વધતા તંત્રજ્ઞાન થકી,

ચકલીની સંખ્યા ઘટતી ગઈ,

ઘટતી ગઈ, ઘટતી ગઈ,

ચકલીની સંખ્યા ઘટતી ગઈ,


શહેરોમાં આજકાલ હવે,

એલાર્મ લોકોને જગાડે છે,

જગાડે છે, જગાડે છે,

એલાર્મ લોકોને જગાડે છે.


Rate this content
Log in