STORYMIRROR

Vrajlal Sapovadia

Children Stories

4  

Vrajlal Sapovadia

Children Stories

ચક્કો-ચક્કી

ચક્કો-ચક્કી

1 min
172

દાદીની વાતમાં એક હતો ચક્કો ને એક હતી ચક્કી,

બેઉને લાગી જોરદારની ભૂખ એ વાત હતી નક્કી,


આજકાલનો ચક્કો હતો ભોળો ને ચક્કી હતી જક્કી,

ઘર ઘર રમતા પણ ચક્કાચકકીની જોડી હતી લકી,


નવા બજારમાં ચોખા મળે સસ્તા ને મગ હતા મોંઘા,

વાઈફાઈ ને નેટ હતું મફત ને મોબાઈલ હતા સોંઘા,


બેઉને ખાવી હતી મસાલા ખીચડી પણ બનાવે કોણ, 

ભૂખ એવી કકડીને લાગી અને હવે ખાવું છે ઓણ,


ચક્કીએ આપ્યો આદેશ ચક્કાને કહે તું ખીચડી લાવ,

ચક્કાને આવ્યા ચક્કર અને લાગ્યો છે દિલમાં ઘાવ,


ચક્કીએ હાથમાં લીધો મોબાઈલ ને ચાલુ કર્યું નેટ,

કરી દઈ ઓનલાઇન ઓર્ડર આપી ખીચડીની ભેટ.


Rate this content
Log in