ચિત્રકાર
ચિત્રકાર

1 min

458
જો હું ચિત્રકાર બનું તો મન ફાવે તે દોરું,
પ્લેન ચલાવું પાટા પર ને ટ્રેન લઈ આકાશે ઉડું,
મોર ને નચાવું પાણીમાં ને ખેતરે માછલીઓ,
સૂરજ હોય ઝાડ પર ને આકાશે ચાંદલિયો,
બેસુ હું વાદળ પર ને તરુ નદીઓની લહેરો પર,
ચડું ડુંગરની ટોચે ને લટકાવી દઉં કૅલેન્ડર,
આંબા ને બનાવુંં વડલો ને વડલાને કહું પીપળો,
બોલો, જોયો છે તમે આવો ચિત્રકાર જીવડો ?