STORYMIRROR

Rahul Makwana

Others

3  

Rahul Makwana

Others

છોડી દીધો સાથ

છોડી દીધો સાથ

1 min
168

જ્યારે છોડી દીધો બધાએ સાથ મારો,

જ્યારે છોડી દીધો બધાએ સાથ મારો,


એકલો છોડી મુક્યો મને આ જંગલ રૂપી,

સંસારમાં,

જ્યારે છોડી દીધો બધાએ સાથ મારો


હતું કોઈ નહીં, મારી આસપાસ ચકોર,

ઘેરી વળેલ હતું મને, તિમિર ચારેકોર,


જ્યારે છોડી દીધો બધાએ સાથ મારો


તૂટ્યો વિશ્વાસ મારો, જે મેં મુકેલ હતો, મારા સ્વજન પર,

આપશે એ જ લોકો દગો મને એ ખબર ન હતી,


જીતી ગયો હું આખા જગ સામે,

જીતી ગયો હું આખા જગ સામે,

પરંતુ અફસોસ રણકાર કે હું મારા આપ્તજનથી જ

હાર્યો.


ફરી ઉભો થયો હું એક નવી ઉર્જા સાથે,

ફરી ઉભો થયો હું એક નવી ઉર્જા સાથે,

કરી નજર મેં એક આસમાનમાં,


ભલે મારું પોતાનું કોઈ ન હોય મારી આસપાસ,

પરંતુ મને અંધારામાં પણ કેડીઓ બતાવનાર ચાંદ છે

હરહંમેશ મારી સાથે,


સમજાય ગયું રણકારને, ભલે કોઈ આપણું

સાથ ના આપે આપને,

પરંતુ કુદરત સાથ આપશે આપણે એક

પાલનહારની જેમ.


Rate this content
Log in