છળ લઈ બેઠાં
છળ લઈ બેઠાં
1 min
143
એક સુંદર છળ લઈ બેઠાં,
કે વ્યથાના વળ લઈ બેઠાં,
ધારણાંઓ કેરી દિવાલો પર,
તોરણી અટકળ લઈ બેઠાં,
સૌ કળીઓ ફૂલ ના થઈ ત્યાં,
લ્યો, અમે ઝાકળ લઈ બેઠાં,
વર્તાઈ ક્યારેય એંધાણ સમ,
શુકની શ્રીફળ લઈ બેઠાં,
ઈન્તજારમાં વીતી આખીયે,
આશ એ પોકળ લઈ બેઠાં.
