ચહેરો
ચહેરો
1 min
23.5K
ક્યારેક અંતરનો પરિચય આપે છે ચહેરો,
ક્યારેક અંતરથી જુદું જ માપે છે ચહેરો.
વિવિધ ભાવ મનતણા ચહેરે વસી જતા,
તનમનની એકરુપતાને સ્થાપે છે ચહેરો.
ક્વચિત ભોળી સૂરતમાં શૈતાન શક્ય છે,
ભિન્નતા દેહદેહીની વળી આલેખે છે ચહેરો.
હસતા ચહેરે સુખની હાજરી નથી જરુરી ,
પરિસ્થિતિની અનુકૂળતા સ્વીકારે છે ચહેરો.
નથી સત્ય રડમસ ચહેરે દુઃખ જ હોવાનું,
અસંતોષની આડમાં એ બદલાવે છે ચહેરો.
