" છેલ્લો શ્વાસ "
" છેલ્લો શ્વાસ "


ઢળતો સૂરજ અને કાજલ સરખી રાત્રી,
હવે શા માટે પથારી, પાથરી,
બોલાવે અમને હવે વહાલો,
ને એ કહે ખુલ્લા ગગનમાં ફરો,
કહું હું તમારે કરવું હોય તેમ કરો.
કરી તમે ખૂબ સેવા ને ચાકરી,
તોય લાગી મને જિંદગી આકરી,
બોલાવે અમને હવે વહાલો,
ને કહે ખુલ્લા ગગનમાં ફરો.
કહું હું તમારે કરવું હોય તેમ કરો.
રડે સૌ ભારું ભેગા થઈ બેસણામાં બેસી.
જમશે સૌ લાડુ લાપસી વેચી,
બોલાવે અમને હવે વહાલો,
ને કહે ખુલ્લા ગગનમાં ફરો,
કહું હું તમારે કરવું હોય તેમ કરો.
કરાવી ઉત્તર ક્રિયા ને આપો દાન,
પિંડ પર પધરાવી તુલસીના પાન,
બોલાવે અમને હવે વહાલો,
ને કહે ખુલ્લા ગગનમાં ફરો,
કહું હું તમારે કરવું હોય તેમ કરો.