છબી તમારી
છબી તમારી
1 min
230
સરકારી ભીંતો પર લટકે 'બાપુ' છબી તમારી,
મારા પુસ્તકોની જેમ વેરવિખેર છબી તમારી,
તમારી અંગત જિંદગીને બનાવી જાહેર આત્મકથા,
રાષ્ટ્રપિતા બનાવી ચોમેર લટકાવી છબી તમારી,
ક્યાં ઝૂક્યા'તાં આપ અન્યાયી અંગ્રેજોની સામે ?
'આજ'ના કૌભાંડો લાચાર બની જુએ છબી તમારી,
બાપુ તમારા દેશમાં હવે ક્યાં રહી છે ઈમાનદારી ?
કાળા નાણાંના તે નામે આજે ખરડાઈ છબી તમારી,
શોધી રહ્યો છું માનવતા 'બાપુ', ક્યાં તે મળશે ?
રડી રહી છે દેશની આ દશા જોઈને છબી તમારી.
